Showing posts with label જાણવા જેવું. Show all posts
Showing posts with label જાણવા જેવું. Show all posts

Monday, May 05, 2008

આપના શરીરની આંતરીક રચના ઈન્ટરનેટ પર

માનવ શરીરરચના તેમજ તેના અટપટા બંધારણ વિશે જાણવાનુ બધાને ગમતુ હોય છે, અજોડ એવી માનવ શરીર રચનાને અભ્યાસ કરવા માટે હવે આપને બાયોલોજીના ક્લાસ ભરવા જવાની જરૂર નથી, કે વિજ્ઞાનને ફરીથી ભણવાની જરૂર નથી.ફક્ત આપનું ઈન્ટરનેટ બ્રાઉઝર ચાલુ કરીને આર્ગસી દ્વારા બનાવાયેલ વેબસાઈટ પર જઈ તેની વેબ-એપલીકેશન રન કરો અને માનવ શરીરની અંદર લટાર મારો, જેમ ગુગલ અર્થ વડે દુનીયાને ચક્કર મારો છો તેમ હવે માનવ શરીરની અંદર પણ ચક્કર લગાવીને તેની અટપટી સંરચનાને સમજી શકો છો. આ વેબ-એપલીકેશનમાં માનવ શરીર રચનાના ૧૭૦૦ થી વધારે ૩D મોડેલનો સમાવેશ કરવામાં આવેલ છે જેમાં માનવ શરીરની મુખ્ય રચના તેમજ શરીરની ઇન્દ્રિયોનો સમાવેશ કરી લેવામાં આવેલ છે. બાયોલોજીના વિધાર્થીઓ તેમજ નાના બાળકોને આ વેબસાઈટ જરૂર બતાવો.

આપના શરીરની આંતરીક રચના જોવા માટે અહિયા ક્લીક કરો

source: kakasab.com

Sunday, March 16, 2008

અજાણ્યા શહેરમાં Bank ATM કેવી રીતે શોધવું

તમારી હાઈ-ફાઈ બનેલી લાઈફ-સ્ટાઈલમાં Bank ATM (Automatic Teller Machine) નો ઉપયોગ કરવો એ બહુ નાની અને સામાન્ય વાત બની ગઈ છે. તમે તમારા એરીયામાં રહેલા દરેક ATM થી તો વાકેફ હશો જ, પરંતુ ક્યારેક એવુ પણ બનતું હશે કે જ્યારે તમારે ઓફીસ કામકાજ કે અન્ય પ્રસંગે બહારગામ અથવા તો કોઈ અજાણ્યા શહેરમાં ગયા હો અને તમને Bank ATM ની જરૂર પડે તો તમારે ત્યારે બધાને પૂંછવું પડતુ હોય છે કે ભાઈ અહિયા નજીકમાં ATM ક્યાં છે. પણ હવેથી આપને કોઈને પૂચવાની જરૂર નહી પડે, બસ આ વેબસાઈટ પર પહોંચી જાવ અને તમારા શહેરની માહીતી તેમાં ભરો. એટલે એ શહેરના તમામ ATM ની માહીતી તેમાં હાજર. આ વેબસાઈટ પર દુનિયાના દરેક દેશના લાખો/કરોડો એટીએમની જાણકારી મુકવામાં આવેલ છે અને તે પણ અલગ-અલગ ભાષાઓમાં.

તો ચાલો જીતુભાઈ એ બતાવેલ આ વેબસાઈટ જોઈએ હવેથી તમારે જે શહેરમાં જવાનુ હોય ત્યાંના દરેક એરીયામાં રહેલા ATM ની માહીતી અગાઉથી મેળવી લો.

સંગીતમય સર્ચ-એંજીન

Your music search ends here

તમે જ્યારે તમારૂ મનપસંદ ગીત ગુગલ પર શોધતા હો, અનેક સાઈટ જોયા પછી તમને એ ન મળે ત્યારે થોડી વાર તો તમે ગુસ્સે થઈ જાવ છો અને ઈંટરનેટ બંધ કરીને તે ગીતની સીડી શોધવા બજારમાં નીકળી પડો છો. પણ હવે એ દિવસો ગયા હવે તમારે સંગીત સર્ચ કરવા માટે ગુગલ સિવાય પણ એક વધારોનો ઓપ્શન મળશે એટલે કે એક એવી વેબસાઈટ www.mp3gle.net જે ફક્ત સંગીતને લગતુ જ સર્ચ કરે છે, અને મોટા ભાગની વેબસાઈટને ક્રાઉલ કરે છે.

તો ચાલો આપણાં તમામ મનગમતા ગીતો જે અત્યાર સુધી ન મળ્યા હતાં તે આ વેબસાઈટ પર શોધવાનો પ્રયત્ન કરીએ, અને જોઈએ કે આપણું એ મનપસંદ ગીત અહિયા મળે છે કે નહી !

Bookmark this article! [?]

GoogleDel.icio.usTechnoratiYahooFacebookDiggBlinkListsCiteULikeFurlMister WongNetvouzPropellerRawsugarBlogmarksCo.mmentsBlinkbitsFeed Me LinksLinkagogoBuddymarksBlogLines

Friday, January 25, 2008

ભારતીય ભાષામાં લખાયેલ પ્રથમ બ્લોગ

શુ આપ જાણો છો ભારતીય ભાષામાં લખાયેલ પ્રથમ બ્લોગ કયો હતો ??
ચાલો જાણીએ પ્રથમ ભારતીય બ્લોગ વિશે. આંપણી રાષ્ટ્રીયભાષા હિન્દીમાં લખાયેલ બ્લોગ “નૌ દો ગ્યારહ” એ ભારતીય ભાષાનો સર્વપ્રથમ બ્લોગ હતો જે શ્રીમાન આલોકભાઈ દ્વારા એપ્રિલ ૨૦૦૩ માં શરૂ કરવામાં આવેલ. જે તેજ વર્ષના અંતભાગમાં એક ખુબ જ લોકપ્રિય વેબસાઈટ ના સ્વરૂપમાં ફેરવાય ગયો હતો.

ભારતીય ભાષામાં લખાયેલ પ્રથમ બ્લોગ

શુ આપ જાણો છો ભારતીય ભાષામાં લખાયેલ પ્રથમ બ્લોગ કયો હતો ??
ચાલો જાણીએ પ્રથમ ભારતીય બ્લોગ વિશે. આંપણી રાષ્ટ્રીયભાષા હિન્દીમાં લખાયેલ બ્લોગ “નૌ દો ગ્યારહ” એ ભારતીય ભાષાનો સર્વપ્રથમ બ્લોગ હતો જે શ્રીમાન આલોકભાઈ દ્વારા એપ્રિલ ૨૦૦૩ માં શરૂ કરવામાં આવેલ. જે તેજ વર્ષના અંતભાગમાં એક ખુબ જ લોકપ્રિય વેબસાઈટ ના સ્વરૂપમાં ફેરવાય ગયો હતો.

સમ્પુર્ણ રામાયણ પણ બ્લોગ સ્વરૂપે

ગોસ્વામી તુલસીદાસ દ્વારા રચિત શ્રી રામચરિત માનસ ને બ્લોગ જગતમા લઈ આવવાનુ શ્રેય હિન્દીના સફળ બ્લોગ નારદને જાય છે, નારદ સાથે સંકળાયેલ રવિ રતલામી, જીતુભાઈ તથા અનુપ શુક્લાના અથાગ પ્રયત્નો તથા સ્વર્ગારોહણ.ઓઆરજી જેવી આધ્યાત્મ સમ્બંધી વેબસાઈટની મદદને કારણે આ કાર્ય સંમ્પન થયું છે. આ બ્લોગ જોકે હિન્દીમાં છે જેની નોંધ લેવી.

ભારતના આ મહાન ગ્રંથને સાત કાંડમાં ફેરવીને ઈ-બુક નું સ્વરૂપ પણ અહિયાં કરી અપાયું છે જેથી તેને ડાઉનલોડ પણ કરી શકાય, જે દરેક વાંચક માટે ઉપયોગી સાબીત થશે.

Saturday, December 29, 2007

ઓનલાઈન વાયરસ સ્કેનર

આપની પાસે જો લેટેસ્ટ એંટી-વાયરસ ન હોય અથવા તો કોઈ બીજાના પીસી કે લેપ્ટોપને વાયરસ લાગી ગયો હોય તો તેના માટે ઓનલાઈન વાયરસ સ્કેનરની વ્યવસ્થા જુદી જુદી એંટી-વાયરસ કંપનીઓ દ્વારા કરવામાં આવી છે, આવા જ થોડાક મહ્ત્વનાં વાયરસ સ્કેનરનુ અહિયા લીસ્ટ આપેલ છે. જેની મદદથી સોફ્ટવેર ડાઉનલોડ કર્યા વગર આપના પીસીને ચેક કરી શકાશે.

Panda ActiveScan
F-Secure Online Scanner
Kaspersky Web Scanner
McAfee Freescan
BitDefender Online
Symantec
TrendMicro Housecall

Tuesday, December 04, 2007

ઓનલાઈન વાયરસ સ્કેનર

આપની પાસે જો લેટેસ્ટ એંટી-વાયરસ ન હોય અથવા તો કોઈ બીજાના પીસી કે લેપ્ટોપને વાયરસ લાગી ગયો હોય તો તેના માટે ઓનલાઈન વાયરસ સ્કેનરની વ્યવસ્થા જુદી જુદી એંટી-વાયરસ કંપનીઓ દ્વારા કરવામાં આવી છે, આવા જ થોડાક મહ્ત્વનાં વાયરસ સ્કેનરનુ અહિયા લીસ્ટ આપેલ છે. જેની મદદથી સોફ્ટવેર ડાઉનલોડ કર્યા વગર આપના પીસીને ચેક કરી શકાશે.

Panda ActiveScan
F-Secure Online Scanner
Kaspersky Web Scanner
McAfee Freescan
BitDefender Online
Symantec
TrendMicro Housecall

Thursday, October 04, 2007

ગુજરાતી ટુલબાર

મિત્રો

ઘણા સમયથી ગુજરાતી ટુલબાર પર કામ કરવાનો સમય મળતો ન હતો, આજે ફરીથી એક
વખત સમય કાઢીને ગુજરાતી ટુલબાર ડાઉનલોડ કરવા માટે લીંક સાથેનું એક્ બેનર
બનાવ્યુ છે, ઘણા મિત્રોએ જણાવ્યુ કે ગુજરાતી ટુલબાર ડાઉનલોડ કરવા માટેની
જે લીંક આપેલ હતી તે કામ ન કરતી હતી, તે લીંક એકવાર ફરીથી સંકલીત કરી
સાથે સાથે એક બેનર પણ મુક્યુ છે જે તમે તમારા બ્લોગ પર મુકી ને ગુજરાતી
ટુલબારને વધુ ને વધુ ગુજરાતીઓ સમક્ષ પહોચાડી શકશો.

નીચે આપેલી લીંકને તમારા બ્લોગ પર HTML કોડમાં પેસ્ટ કરી શકો છો,
બ્લોગસ્પોટ પર તો આ સગવડતા ઉપલબ્ધ છે જ. વર્ડ્પ્રેસમાં પણ લીંક વાપરી
શકશો.

અહિંયા આપેલ કોડને કોપી કરો. અને તમારા બ્લોગ પર લગાવો.
!--------------------------------------------------------------------------------!!

***




----------------------------------------------------------------------------------
(Please note : when you are pasting the code, Delete three stars at the begining)


ગુજરાતી ટુલબાર વિશે કંઈ પણ સલાહ-સુચન આપવા હશે તો તે પણ આવકાર્ય છે, આપ
સૌના સહકારથી જ આ ટુલબાર વધુને વધુ ઉપયોગી થઈ શકે તેવુ બનાવી શકાશે.
સુરેશદાદા અને જુગલકાકાના કહ્યા પ્રમાણે ગુજરાતી ટુલબારમાં બ્લોગ્સની
સંખ્યા ઓછી છે, ઘણા મિત્રોના બ્લોગનો સમાવેશ કરવાનો બાકી છે, જે મિત્રો
તેમના બ્લોગને ગુજરાતી ટુલબાર સાથે જોડવા માંગતા હોય તેઓ તેમના બ્લોગના
url અને તેમના નામ સાથે kakasab@gmail.com પર ઈમેલ દ્વારા મોક્લી શકે છે.

- નિલેશ

Friday, August 31, 2007

બ્લોગ ટુલબાર

મિત્રો
ગુજરાતી બ્લોગ જગતમાં થતા ફેરફાર તથા તેમાં ઉમેરાતા નવા પાસાઓ થી માહિતગાર કરવા માટે એક એવા ટુલબારની રચના કરવામાં આવી છે, જે દરેક વાંચક માટે ઉપયોગી બનશે. આ ટુલબાર તમારા ઈંટરનેટ એક્સપ્લોરર માં જોડાઈ જશે અને તેમા રહેલા ગુજરાતી બ્લોગ વડે તમને તે માહિતગાર કરાવ્યા કરશે, તે ઉપરાંત આ ટલબારમાં એક રેડીયો પણ જોડવામાં આવેલ છે તેમા અત્યારે બે ગુજરાતી સ્ટેશન તેમજ ત્રણ હિંદી સ્ટેશન સાંભળી શકાશે, જેમાનુ એક છે ભારતનુ ખુબજ જાણીતુ રેડીયો મિર્ચી તેમજ એક જુના હિંદી ગીતો માટેનુ સ્ટેશન પણ આપવામાં આવ્યુ છે, આ ટુલબારને આપ નીચેની લીંક પરથી ડાઉનલોડ કરી શકશો.

http://www.kakasab.com/kakasabtoolbar.exe

(નોંધ: આ ટુલબારમાં સુધારા વધારા માટે સુચનો આવકારમાં આવશે)

Friday, July 27, 2007

જાણવા જેવું

મિત્રો, આ બ્લોગ હજુ ટેસ્ટીંગમાં છે, અને ખુબ જ ઝડપથી આપની સાથે આવી જશે પણ એ પહેલા તમારી મદદની તાત્કાલીક ધોરણે જરુર છે અને તે છે આ બ્લોગમાં માટે આપના અમુલ્ય પ્રતિભાવ ! આપની થોડીક સલાહ તથા સુચનો.

આપસૌ મિત્રો ને આ વિભાગમાં લખવા માટે હાર્દીક આમંત્રણ છે, આ વિભાગ માટેની રચના કે લેખ તમારો મૌલિક હોવો જરૂરી છે અને સંપાદકીય વર્તુળને યોગ્ય લાગે તે પ્રમાણેનો હોવો જરૂરી છે. જો તેને લગતા ચિત્રો પણ આપની પાસે હશે તે સોનામાં સુગંધ જેવુ થશે, રચના કે લેખની સાથે આપશ્રીનુ નામ પ્રકાશીત કરવામાં આવશે તેમજ મદદગાર ચિત્ર આપનારનુ સૌજન્ય પણ પ્રકાશીત કરવામાં આવશે.

- ગુજરાતી યુનીટ

વાચકોના પ્રતિભાવ