Tuesday, July 31, 2007

તારક મહેતા, Tarak Maheta

tarak_maheta.gif" પંચાવન વર્ષ કૉમેડીમાં કાઢયાં, એનો અફસોસ તો ના જ હોય…….. ટૂંકમાં લોકોને હસાવ્યા
અને થોડું કમાયા પણ ખરા. હવે થોડા વખતથી તકલીફ છે. મને પોતાને હસવું આવતું નથી. "

"હાસ્ય એ દરેક રોગોનો રામબાણ ઇલાજ છે."
-પ્રેરક અવતરણ

tarak_maheta_sign.jpg

" 'ટપુ 'નું સર્જન 'ગમી જાય એવું ' છે. અમર નહીં કહું. અજર કહેવું મુશ્કેલ
છે, પણ આગવું સ્થાન લે એવું પાત્ર છે. આપણા હાસ્યસાહિત્યમાં
હાસ્યરસનું પાત્ર સર્જવું બહુ મુશ્કેલ છે. હું હજી આજેય સર્જી શક્યો નથી. "
- જ્યોતીન્દ્ર દવે

# રચનાઓ : - 1 - : - 2 -

__________________________________________

જન્મ

  • 26 - ડીસેમ્બર, 1929; અમદાવાદ

કુટુમ્બ

  • માતા - મનહરગૌરી ; પિતા - જનુભાઈ
  • પત્ની - ઈલા(પ્રથમ લગ્ન, 1957 - અમદાવાદ), ઈંદુ(દ્વિતીય લગ્ન, 1974 - મુંબઈ) ; સંતાનો - એક પુત્રી

અભ્યાસ

  • 1945 - મેટ્રીક
  • 1956 - ખાલસા કોલેજ, મુંબાઇમાંથી ગુજરાતી સાથે બી.એ.
  • 1958 - ભવન્સ કોલેજ , મુંબાઇ માંથી ગુજરાતી સાથે એમ.એ.

વ્યવસાય

  • 1958-59 - ગુજરાતી નાટ્યમંડળમાં કાર્યકારી મંત્રી
  • 1959-60 - પ્રજાતંત્ર દૈનિકના ઉપતંત્રી
  • 1960- 86 - ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના ફિલ્મ્સ ડીવીઝનમાં વૃત્તાંત લેખક અને ગેઝેટેડ અધિકારી
  • હાલ મુક્ત લેખન

જીવનઝરમર

  • શુદ્ધ હાસ્ય-ઉપજાઉ અત્યંત લોકખ્યાત લેખક
  • સર્વ પ્રથમ મૌલિક કૃતિનું પ્રકાશિત: 'દુનિયાને ઊંધાં ચશ્માં' ત્રિઅંકી પ્રહસન
  • એમના ઘણા પુસ્તકો સુપ્રસિદ્ધ છે (એમનાં મોટા ભાગના પુસ્તકોની માહિતી અહીંથી મળી રહેશે)
  • 'દુનિયાને ઊંધાં ચશ્માં' અને 'સપ્તપદી' લેખોમાં અને 'દુનિયાને ઊંધાં ચશ્માં' કટારથી કીર્તિ ઘણી મળી
  • ટૂંકી વાર્તા, લેખો, રેડિયોરૂપકો અને નાનાંમોટાં નાટકો લખ્યા
  • ત્રણ પ્રિય ભારતીય કલાકારો/લેખકો: સત્યજિત્ રાય (દિગ્દર્શક), શરદ જોષી (હિન્દી હાસ્યલેખક), દિલીપકુમાર
  • ત્રણ પ્રિય વિદેશી સર્જકો: સ્વ.વુડહાઉસ, હયાતમાં આર્ટ બુકવૉલ્ડ, ટૉમ શાર્પ
  • વિનોદ ભટ્ટ અને ચંદ્રકાંત શાહ જેવા અગત્યનાં વિવેચકોએ એમની કૃતિનું મૂલ્યાંકન કરેલું
  • આરંભે 'કુમાર' સામયિકમાં કૃતિ પ્રકાશિત થવાથી હર્ષની લાગણી જન્મેલી
  • એમની 'દુનિયાને ઊંધાં ચશ્માં' કટારને લીધે 'ચિત્રલેખા'નું વધારે વાંચન
  • આકાશવાણી પર અસંખ્ય કાર્યક્રમો આપ્યા છે
  • લાગટ 25 વર્ષ રંગભૂમિ પર લેખક, અભિનેતા અને દિગ્દર્શક તરીકે કામ કર્યુ, હવે માત્ર લેખન

શોખ

  • શાસ્ત્રીય સંગીત સાંભળવાનો

મુખ્ય રચનાઓ

  • નાટકો - નવું આકાશ નવી ધરતી, કોથળામાંથી બિલાડું, દુનિયાને ઊંધાં ચશ્માં, સપ્તપદી
  • હાસ્યલેખ - 'દુનિયાને ઊંધાં ચશ્માં' લેખમાળામાંથી ઘણાં પુસ્તકો
  • પ્રવાસ - તારક મહેતાની ટોળી પરદેશના પ્રવાસે
  • ચરિત્ર - 'મેઘજી પેથરાજ શાહ' જીવન અને સિધ્ધિ

b_165.jpg

સન્માન

  • ગુજરાતી સાહિત્ય અકાદમી
  • ગુજરાતી સાહિત્ય પરિષદ

સાભાર

  • સાક્ષરનો સાક્ષાત્કાર - રાધેશ્યામ શર્મા, રન્નાદે પ્રકાશન
  • ગુજરાતી સાહિત્યકોશ - ખંડ - 2

No comments:

વાચકોના પ્રતિભાવ