Tuesday, July 31, 2007

કાંતિ ભટ્ટ - Kanti Bhatt


"ડોશી નવરી પડે એટલે દળવા બેસી જાય,
એમ હું લખવા બેસી જઉં છું"
"મારી જાતને પીરસણિયો અથવા પોસ્ટમેન માનું છું."
"મારો આત્મા ભટકતો હોય તેવું લાગે છે."
# મુલાકાત

____________________________

ઉપનામ

24 જેટલા (!) , પૌલોમી, શશીધર સરોજ, નીલેશ કંપાણી, પ્રેમ ભાટીયા, ડો. શ્યામ વેદ , બચુમામા , મેહુલ ભટનાગર , સિધ્ધાર્થ શાહ , ચન્દ્રગુપ્ત મૌર્ય, મયૂરી શાહ વિ.

જન્મ

15 જુલાઇ – 1931 સચરા – ભાવનગર ; વતન – ઝાંઝમેર

કુટુમ્બ

માતા - પ્રેમ કુંવર બેન ; પિતા - હરગોવિન્દભાઇ ચાર ભાઇ અને ત્રણ બહેનો, 1965 (?) પ્રથમ લગ્ન રંજન સાથે, 1977 – છૂટાછેડા , 1979- 26 વર્ષ નાની શીલા સાથે બીજા લગ્ન ; પુત્રી – શક્તિ

અભ્યાસ

1952- બી. કોમ. - એમ. એસ. યુનિ. વડોદરા

વ્યવસાય

સ્નાતક થયા બાદ થોડોક વખત ભાવનગર મ્યુનિ. માં નોકરી, તબિયત બગડતાં 1954- ઉરૂલી કાંચન આશ્રમમાં સેવક તરીકે ; 9 વર્ષ પીનાંગ - મલાયેશીયા માં કાકા સાથે વેપારમાં , 1966 થી - પત્રકાર

મૂખ્ય કૃતિઓ

?

જીવન ઝરમર

મહુવાની હાઇસ્કૂલમાં અખાડાના મેગેઝીન ' ઝણકાર' ના તંત્રી, 1955 બાદ- સાત વખત ભારત થી મલાયેશીયા સ્ટીમરમાં મુસાફરી ; 1966 થી મુંબાઇમાં પત્રકારત્વ, 1967 - 'વ્યાપાર'માં સબ એડીટર, પછી ચિત્રલેખા, મુંબાઇ સમાચાર, જનશક્તિ, સંદેશ, યુવા દર્શન, જનસત્તા વિ. ઘણા મેગેઝીનોમાં લખાણ, 1977- કેન્યામાં થોડો વખત કામ, લેખનની શરૂઆત ટૂંકી વાર્તાથી ; ટૂંકા વાક્યો તેમની વિશેષતા, અભણ પણ વાચાળ માતા અને શીઘ્ર કવિ પિતાની અસર તેમની શૈલીમાં, પી.ડી. ઓસ્પેન્સ્કી ના પુસ્તક " The psychology of man's possible evolution" ની જીવન પર ઘણી અસર ; અનેક વિષયો પર લખેલું છે ; તેમણે લીધેલા ઇન્ટરવ્યુ ન વાંચ્યા હોય તેવો ભાગ્યે જ કોઇ ભણેલો ગુજરાતી હશે ; અન્વેષણાત્મક પત્રકારિત્વ ( Investigative Jounalism) માં તેમનું મહાન પ્રદાન

સન્માન

75 મી વર્ષગાંઠે જુલાઇ - 2006 માં મુંબાઇમાં જાહેર સન્માન

સાભાર

મનીષા જોશી- રિડીફ.કોમ, મહેન્દ્ર ઠાકર

1 comment:

Anonymous said...

kanti bhatt vishe thodu vadharanu janine anand thayo

વાચકોના પ્રતિભાવ