Monday, September 30, 2019

Happy Navratri 2019


Friday, September 26, 2008

ગુગલનું નવું ઈન્ટરનેટ બ્રાઉઝર

બ્રાઉઝરની દુનિયામાં માઈક્રોસોફ્ટ ઈન્ટરનેટ બ્રાઉઝ નો કબ્જો ઘણાં વર્ષોથી છે, લગભગ ૫૬% જેટલા લોકો તેનો ઉપયોગ કરે છે. બાકીના બ્રાઉઝર ૪૬%માં લડાઈ કરતા રહે છે જેમાં મોજીલા ફાયરફોક્સ પણ સામેલ છે. પણ હવે માઈક્રોસોફ્ટ ઈન્ટરનેટ બ્રાઉઝર અને મોઝીલા ફાયરફોક્સ સામે એક નવો અને સબળ સ્પર્ધક આવી ગયો છે, >> વધારે વાંચો

Monday, May 05, 2008

આપના શરીરની આંતરીક રચના ઈન્ટરનેટ પર

માનવ શરીરરચના તેમજ તેના અટપટા બંધારણ વિશે જાણવાનુ બધાને ગમતુ હોય છે, અજોડ એવી માનવ શરીર રચનાને અભ્યાસ કરવા માટે હવે આપને બાયોલોજીના ક્લાસ ભરવા જવાની જરૂર નથી, કે વિજ્ઞાનને ફરીથી ભણવાની જરૂર નથી.ફક્ત આપનું ઈન્ટરનેટ બ્રાઉઝર ચાલુ કરીને આર્ગસી દ્વારા બનાવાયેલ વેબસાઈટ પર જઈ તેની વેબ-એપલીકેશન રન કરો અને માનવ શરીરની અંદર લટાર મારો, જેમ ગુગલ અર્થ વડે દુનીયાને ચક્કર મારો છો તેમ હવે માનવ શરીરની અંદર પણ ચક્કર લગાવીને તેની અટપટી સંરચનાને સમજી શકો છો. આ વેબ-એપલીકેશનમાં માનવ શરીર રચનાના ૧૭૦૦ થી વધારે ૩D મોડેલનો સમાવેશ કરવામાં આવેલ છે જેમાં માનવ શરીરની મુખ્ય રચના તેમજ શરીરની ઇન્દ્રિયોનો સમાવેશ કરી લેવામાં આવેલ છે. બાયોલોજીના વિધાર્થીઓ તેમજ નાના બાળકોને આ વેબસાઈટ જરૂર બતાવો.

આપના શરીરની આંતરીક રચના જોવા માટે અહિયા ક્લીક કરો

source: kakasab.com

વાચકોના પ્રતિભાવ