Friday, July 27, 2007

પારસમણિ - અંબાલાલ પુરાણી

એક બાળકે મને કાગળ લખ્યો છે. તેમાં એ પૂછે છે: ” પારસમણિ ખરેખર હોય છે ખરો?”
—–
ખરો પારસમણિ તો આપણા અંતરમાં રહેલો છે. આપણી પોતાની અંદર જ એવી કોઇક વસ્તુ રહેલી છે, કે જેના સંબંધમાં આપણે આવીએ, તો આપણી જિંદગી બદલાઇ જાય; આપણે પોતે જેવા હોઇએ તે મટી જુદા જ બની જઇએ. માનવમાંથી જાણે દેવ બની જવાય.
પોતાની અંદર રહેલો આ પારસમણિ ઘણાને હાથ લાગતો નથી. એમાંના કેટલાકને કોઇ ગુરુમાં કે મહાપુરુષમાં એ પારસમણિ મળી આવે છે. એવાનો પરસ થતાં આપણું જીવન બદલાઇ જાય છે.
ભગવાન એક એવા પારસમણિ છે કે, જો કોઇ તેને અડકે - અરે, એને અડકવાનો વિચાર પણ કરે - તો એવા માણસમાં ફેરફારો થવા લાગે છે અને આખરે માણસ પોતે પારસમણિ જેવો બની જાય છે!
એવો પારસમણિ આપણને મળે તો, બસ - પછી બીજું કાંઇ ન જોઇએ !

- અંબાલાલ પુરાણી

અહીં આપણી શોધ આ પારસમણિ માટેની છે.

No comments:

વાચકોના પ્રતિભાવ